//

LRD વિવાદિત પરિપત્ર :બિન અનામત સમાજની આંદોલનકારીની તબિયત લથડી

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એલઆરડી બિન અનામત વર્ગના આંદોલનમાં આંદોલન કરતી બે વિધાર્થીનીની તબિયત લથડી જતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. છેલ્લા ૬૭ દિવસથી ચાલી રહેલા એલઆરડી વિવાદીત પરિપત્રનો વિધાર્થીનીઓ ભૂખ્યા-તરસ્યા રહીને અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાના અધિકારની લડત લડી રહી છે.

તેવામાં આંદોલન કરી રહેલી ઉંજાના રહેવાસી ગાયત્રી બેન અને મહેસાણાના રહેવાસી ડિમ્પલ બેન નામની બે વિધાર્થીનીની તબિયત લથડી ગઇ હતી. જેથી તેમના સાથે રહેલા લોકોએ ૧૦૮ને ફોન કરીને તાત્કાલિક બોલાવી પડી હતી. જેથી તેમણે સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. તેમણે સારવાર માટે દાખલ કરાતા અનેક સામાજીક આગેવાનો ખબર અંતર પુછવા સિવિલ હોસ્પિટલ દોડતા થયાં હતાં.

વિધાર્થીનીઓને હોસ્પિટલ ખસેડાતા સમગ્ર આંદોલનકારીઓ અને તેમના સર્મથનમાં આવેલા અનેક સમાજો તેમજ આગેવાનો વ્યાધિમાં મુકાઇ ગયાં હતાં. જયારે સરકારના પેટનું પાણી પણ હલયું નથી. હવે પ્રશ્ન એ થાય છે કે હજી સરકાર એલઆરડી વિવાદીત પરિપત્ર માટે ચાલતી લડતમાં સમાધાન કયારે કરશે ?

Leave a Reply

Your email address will not be published.