/

LRD વિવાદિત પરિપત્ર : અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

LRD વિવાદિત પરિપત્રનો વિવાદ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે ભાજપ નેતા અલ્પેસ ઠાકોરે સરકાર સામે જ બાયો ચડાવી છે. અલ્પેશે વિડિઓ વાઇરલ કરી જણાવ્યું છે કે સરકારે વચન આપ્યું હતું કે પરિપત્રમાં સુધારો થશે પરંતુ સુધારો ન થતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરને સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે ૪૮ કલાકમાં પરિપત્ર રદ કરો પરિપત્ર રદ્દ નહિ થાય તો સોમવારે ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રા કરશે. સરકાર આશ્વાસન આપ્યું હોવા છતા ૩ દિવસ થઇ ગયા છે અલ્પેશે સવાલ કર્યો કે કેમ સરકાર પરિપત્ર રદ નથી કરતી. અલ્પેશ ઠાકોરે વિડીયોના માધ્યમથી સરકાર ચિમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published.