/

LRD પરિપત્ર રદ્દ કરવા અલ્પેશ ઠાકોર મેદાને : જાણો સરકારમાં શું કરી રજૂઆત

લોકરક્ષક ભરતીમાં અનામતના વિવાદનો મામલો દિવસે દિવસે વકરી રહ્યો છે ભાજપના નેતા એસ સી એસટી અને ઓબીસીના સમર્થનમાં આવ્યા છે. એલઆરડી ભરતી મામલે અલ્પેશ ઠાકોર ઓબીસી એસસી એસટી મહિલાઓના સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે મુખ્યમંત્રીને અને કાયદા મંત્રીએ આમા પોતે હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી સલાહ અલ્પેશ ઠાકોરે આપી છે. આ ઠરાવ અન્યાય કરતા છે. કદાચ આ મામલે અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે 

અલ્પેશે સવાલ ઉઠાવ્યા કે સરકારે આ દિકરીઓ સાથે સંવાદ કેમ નથી કરતી. મહત્વની વાત છે કે અલ્પેશ ઠાકોર સ્વર્ણિમ સંકુલ સચિવાલય પહોંચ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી એલ આર ડી મહિલા અનામત મુદ્દે નીતિન પટેલને રજૂઆત કરી હતી કે આ દીકરીઓને ન્યાય મળવો જોઈએ અને આ વિવાદિત પરિપત્ર રદ્દ થવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.