/

Breaking News : LRDના વિવાદીત પરિપત્રમાં કોઇ ફેરફાર થશે તો ઉગ્ર આંદોલન : બિન અનામત સમાજ

૬૨ દિવસથી ગાંધીનગર ખાતે સરકાર સામે મોરચો માંડીને અનામત વર્ગની વિધાર્થીનીઓ ૧ ઓગસ્ટ ૨૦૧૮નો પરિપત્ર રદ્દ કરાવવા માટે આંદોલન કરતી હતી. ત્યારે રાજય સરકારે નિર્ણય કર્યો છે કે આ વિવાદીત પરિપત્રમાં સુધારો કરવામાં આવશે. સુધારાની જાહેરાત થતા બિનઅનામત સમાજે સરકાર સામે મોરચો માંડયો છે.

આવતીકાલે ગાંધીનગરમાં બિનઅનામત સમાજની બેઠક મળશે. બેઠકમાં કરણી સેના પણ મહત્વની ભુમિકા ભજવશે. પાસ કન્વીનર દિનેશ બામયિા, ધાર્મિક માલવીયા એસ.પી.જી કન્વીનર પૂર્વીન પટેલ અને કરણી સેનાના રાજ શિખાવત સહિતના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.  બેઠકમાં આ પરિપત્ર રદ્દ ન થાય અથવા તો તેમાં કોઇ સુધારો ન થાય તેને લઇને સરકારને ઘેરવાની રણનીતી ઘડાશે.

Leave a Reply

Your email address will not be published.