LRD વિવાદિત પરિપત્ર :કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર શું કર્યા પ્રહાર જાણો

LRD વિવાદિત પરિપત્ર ને લઇ અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો 68 મોં દિવસ છે પરિપત્ર રદ્દ થાય એ માટે મહિલાઓ મક્કમ દેખાઈ રહી છે. વિવાદિત પરિપત્ર રદ્દ કરાવવા મહિલાઓ છેલ્લા 68 દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરી રહી છે. છતાંઆશ્વાસન સિવાય કોઈ પરિણામ મળ્યું નથી.

કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા , ચંદનજી ઠાકોર , નૌસાદ સોલંકી , અને રાજેશ ગોહિલ પણ આ મહિલાઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારના અંદરો અંદરનો મામલો બિચકી રહ્યો છે : ચંદનજી ઠાકોર સરકારની અંદરો અંદરની ખેંચતાણ છે તેના કારણે થઇ રહ્યો છે વિલંબ : રાજેશ ગોહેલ વચગાળાના રસ્તા કઇ બાબતના શોધાઈ રહ્યા છે ? ; ઋત્વિક મકવાણા

કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકારે આક્ષેપ કરતા કહ્યું હતું કે વચગાળાના રસ્તા કઈ બાબતના શોધાઈ રહ્યા છે. સીએમ ડેપ્યુટી સીએમના કે પછી રાજસભાની સીટના.

Leave a Reply

Your email address will not be published.