ગુજરાતમાં અનામત-બિનઅનામત સમાજ દ્વારા એલઆરડી વિવાદીત પરિપત્રના મામલે આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર દ્વારા પરિપત્રમાં સુધારો કર્યાની વાત કર્યા બાદ મામલો વધુ ગરમાયો હતો પરંતુ આગેવાનો અને સરકારની મધ્યસ્થી હવે એલઆરડી વિવાદીત પરિપત્રનો અંત કલાકોમાં આવે તેવા એંધાણો જોવાઇ રહ્યા છે.
પાસના નેતા વરૂણ પટેલે નિવેદન કરી કહ્યુ હતુ કે, સરકારમાં ચર્ચા થઇ છે. સરકાર બંને પક્ષોની વાત સાંભળી રહી છે અને આવતી કાલે તમામ પક્ષકારોને સરકાર મંત્રણા માટે બોલાવશે. ત્યારબાદ એલઆરડી વિવાદીત પરિપત્રોનો અંત આવે તેવું લાગી રહ્યુ છે. પણ સરકાર સત્તાવાર જાહેરાત ના કરે ત્યાં સુધી રાહ જોવાની રહેશે.