/

LRD વિવાદિત પરિપત્ર અલ્પેશ કથીરિયાએ ધારાસભ્યોને શું માર્યો ટોણો જાણો

LRD વિવાદિત પરિપત્રને લઇ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ગાંધીનગર બિન અનામત વર્ગની મહિલાઓને મળવા પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે સરકાર મધ્યસ્થી કરતા આગેવાનો ઝડપથી મધ્યસ્થી થવી જોઈએ. દિન પ્રતિદિન મહિલાઓ નો વધારો થઈ રહ્યો છે. સરકારને અનુરોધ છે ઝડપથી નિકાલ કરવામાં આવે.

અલ્પેશે વધુમાં જણાવ્યું કે બિન અનામત વર્ગના જે લોકો છે તે સાથે લડી રહ્યા છે. કોઈને પણ અન્યાય ન થાય પ્રતિનિધિની માંગ પુરી થવી જોઈએ. અને ઝડપથી ભરતી થવી જોઈએ.જે નેતાઓ અનામત આંદોલન થકી નેતા બન્યા હોય અને ધારાસભ્ય બન્યા હોય તેની જવાબદારી છે. ગુજરાતની શાંતિ સલામતી માટે આગળ આવું જોઈએ. બને સ્થળે મુલાકાત લેવી જોઈએ.

અલ્પેશે કહ્યું કે બિન અનામત વર્ગને મળવા આવ્યા છીએ સમય મળે અનામત વાળાને પણ મળવા જઈશું. કોર્ટની કાર્યવાહી છે પછી જઈશું. ટેબલ ટુ ટેબલ ચર્ચા નહિ થાય તો નિકાલ નહિ આવે.બિન અનામત સંકલન સમિતિ નકી કરે તે હશે.

Leave a Reply

Your email address will not be published.