//

મોદીના માતુશ્રી હીરાબાને મહિલા આંદોલનકારી મહિલાઓ મળી રજૂઆત કરશે

મહિલાઓની વ્યર્થા મહિલાઓજ જાણી શકે તેથી ગાંધીનગરમાં ચાલતાં મહિલા આંદોલનની મહિલાઓ આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્વમોદીના માતા હીરાબાને મળી પોતાની વ્યથા સંભળાવશે અને હીરાબાને રજુઆત કરશે કે અમારો પશ્ન હલ કરવા મોદી સાહેબને જણાવવાનું પણ કહેશે. ગુજરાતમાં એલઆરડી પરિપત્રનો મુદ્દો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. એલઆરડી ઉમેદવારો મુશ્કેલીઓ વેઠીને છેલ્લા ૨ મહિનાથી ઉપરના સમયથી આંદોલન કરી રહી છે. જેનું સમર્થન ગુજરાતના દરેક સમાજો કરી રહ્યા છે.

દરેક સમાજના આગેવાનોએ સરકાર સામે અનેક રજુઆતો કરી છે. પરંતુ સરકાર હજી સુધી કોઇ નક્કર પરિણામ ઉપર પહોંચી નથી. બિનઅનામત વર્ગની આંદોલન કરી રહેલી મહિલાઓ આજે દેશના વડાપ્રધાનના માતા હીરાબાની મુલાકાત લેવાનાં છે. હીરાબાને સમગ્ર મામલાની માહિતી આપી તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે તેવું જણાવી સંપૂર્ણ માહિતગાર કરશે. તેમજ હીરાબાની ખબર અંતર પુછશે. આજે બપોરે ૪ વાગ્યાના સમયગાળામાં હીરાબાની મુલાકાત લેવા માટે તેમના નિવાસ સ્થાને જશે.

Leave a Reply

Your email address will not be published.