/

LRD વિવાદીત પરિપત્ર સરકારની જાહેરાત બાદ અલ્પેશની સેના સાથે મંત્રણા

ગઇકાલે એલઆરડી વિવાદીત પરિપત્રને લઇને સરકારે સામાજીક અને રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી. બાદમાં અલ્પેશ ઠાકોરે પોતાના નિવાસસ્થાને પરિપત્રને લઇને તાત્કાલિક ખાનગી બેઠક બોલાવી છે. તેમાં પરિપત્ર રદ્દ થાય તે માટે દબાણ કરી શકે છે.

અલ્પેશે પોતાની શું રણનીતી છે એ મામલે સેના સાથેની ચર્ચા કર્યા બાદ જ બહાર આવશે. જોકે LRD વિવાદીત પરિપત્રને મામલે આંદોલનકારી મહિલાઓ અલ્પેશને મળવા પહોંચી છે અને પરિપત્ર રદ્દ કરવાની માંગ યથાવત રાખી છે. આજની બેઠકમાં ઠાકોર સમાજ સહિત ઓબીસી, એસ.સી, એસ.ટી સમાજનાં આગેવાનો હાજર રહી શકે છે. આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ અલ્પેશ ઠાકોર કંઇ રણનીતી નક્કી કરશે તેની જાહેરાત બેઠક બાદ થશે.

Leave a Reply

Your email address will not be published.