//

LRD વિવાદિત પરિપત્ર નીતિન પટેલની પત્રકાર પરિષદ બાદ કોકડું ઉકેલાયું કે ગૂંચવાયું ?

છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગરમાં LRD મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે સરકારે આજે બંને પક્ષના આગેવાનો સાથે બેઠક કરી અને રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો. એલઆરડી ભરતીમાં SC કેટેગરીમાં 346ની જગ્યાએ 588ની ભરતી થશે, ST કેટેગરીમાં 476માંથી 511 બહેનોને નોકરી મળશે, OBCમાં 1834ના બદલે 3248 બહેનોની ભરતી કરાશે, અને જનરલ કેટેગરીમાં 883 લોકોની ભરતી થશે.

અનામત વર્ગની મહિલાઓ એ લોલીપોપ ગણાવી

નીતિન પટેલની પત્રકાર પરિષદમાં LRD પરિપત્ર રદ્દ થશે કે નહિ તે મુદ્દે સ્પષ્ટતા ન થતા અનામત વર્ગની મહિલાઓ છેલ્લા 69 દિવસથી આંદોલન કરે છે તેને આ જાહેરાતને લોલીપોપ ગણાવી.

બિન અનામત પણ સ્પષ્ટ નહિ

પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત નથી થઇ આ સમાચાર બિન અનામત સમાજ અને આંદોલનકારી માટે સારા સમાચાર છે પરંતુ બિન અનામત સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે હજુ અમે અભ્યાસ કરી રહ્યા છે.

LRD ભરતી માં રાજ્યસરકાર એ તમામ જાતિની 62.05 ટકા મેળવનાર તમામ સમાજની ઉમેદવાર દિકરીઓની ભરતી કરવામાં આવશે. હાલની એલઆરડી ભરતીમા હાલના જી આર ને ધ્યાનમાં રાખ્યા વગર ભરતી થશે. 1997ના જી આર ને ધ્યાને રાખી ને ભરતી પ્રકિયા કરવામા આવશે.જેનો મોટા માં મોટો લાભ 62.05 ટકા મેળવનાર તમામ બહેનોનો લાભ થશે. જનરલ કેટેગરી 1193 ભરતી કરવામા આવશે સાથે જ બક્ષીપચ ઉમેદવારોની 1હજાર જેટલી જગ્યાઓ હતી. તેમા વધારો કરી ને 3હજાર248 માન્ય ગણવામાં આવશે. 588 ઓબીસી બહેનો ને નોકરી મળશે.એસટી મા હવે 576 બેઠકો ની ભરતી થશે તમામ વર્ગ ની સીટ માં વધારો કર્યો છે. જો કે નીતીનભાઈ કહ્યું કે હાલ નિર્ણય LRD પૂરતો છે. ભરતી ની બેઠકો માં વધારો કર્યો છે. બને વર્ગો ની સહમતી બાદ સરકાર નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.