ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યો મેદાને આવ્યા છે કોંગ્રેસના ધારાસભ્યો 72 કલાકના અનસનનો આજે બીજો દિવસ છે. Lrdના વિવાદિત પતિપત્ર રદ્દ કરાવવા હવે કોંગ્રેસના ધારાસભ્યો મેદાને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકી , ઋત્વિક મકવાણા , અને ચંદનજી ઠાકોર આગામી અનસન કરી રહ્યા છે.

કોંગ્રેસ ધારાસભ્યો એ કહ્યું આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે તે ગૌરવની વાત છે પણ તે પહેલા અમારી માંગ સ્વીકારાય જવી જોઈએ નહિ તો એજ દિવસે અમે પણ શક્તિ પ્રદર્શન કરીશુ.
મહત્વની વાત છે કે LRDનો વિવાદિત પરિપત્ર રદ્દ કરાવવા છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન મહિલાઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો હવે મેદાને આવ્યા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જ આ ધારાસભ્યો 72 કલાકના અનસન શરુ કર્યા છે.