//

LRDના વિવાદિત પરીપત્રનો શું હતો વિવાદ : જાણો સમગ્ર હકીકત

શું હતો એલઆરડીનો વિવાદ : કયા કારણોસર એલઆરડી પરિપત્રનો વિરોધ કરાયો ?એલઆરડી પરિપત્રમાં અનામત કેટેગરીમાં આવતી મહિલાઓને જનરલમાં સામેલ ન કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી એલઆરડીની પરીક્ષામાં વધુ માર્કસ લાવનાર કેટલીક વિધાર્થીનીઓ સાથે અન્યાય થયો હતો. કેટલીક મહિલાઓ એલઆરડીની ભરતીમાં સરકારી નોકરીથી વંચિત રહી ગઇ હતી. આ મહિલાઓ છેલ્લા ૨ મહિના ઉપરથી એલઆરડી પરિપત્રમાં સુુધારો કરવા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહી હતી.

ઓગસ્ટ ૨૦૧૮માં પોલીસ વિભાગ એલઆરડીની કુલ ૯૭૧૩ ભરતીઓ બહાર પાડી હતી. જેમાં મહિલાઓ માટેની ૩૦૭૭ જેટલી સીટો હતી. પરીક્ષા બાદ તેના મેરીડમાં ઉચ્ચ મેરીડવાળી મહિલાઓને કવોટામાંજ બેઠક ફાળવી દેવામાં આવી હતી, જે નિયમ મુજબ જનરલ કવોટામાં આપવાની હોય છે.

એલઆરડીનો વિવાદીત પરિપત્રમાં રાજકીય રાજનીતી

ભાજપના પોતાના ધારાસભ્યો, મંત્રીઓ તેમજ આગેવાનોએ પણ પરિપત્રમાં સુધારા કરવા માંગ કરી હતી. તેમજ અલ્પેશ ઠાકોરે પણ વિધાર્થીઓ સાથે મળીને મોરચો માંડયો હતો. પાટીદાર નેતાઓ લાલજી પટેલ અને દિનેશ બાંમણિયા પણ વિધાર્થીઓ સાથે જોડાયા હતાં. 

Leave a Reply

Your email address will not be published.