/

LRD વિવાદીત પરિપત્ર : આદિવાસી સમાજે ૧૬૦૦૦ તીરકામઠા તૈયાર કરી સરકારને ચિંમકી

ગુજરાતમાં એલઆરડી વિવાદીત પરિપત્ર શાંત પડવાનું નામ નથી લેતો અને અનામત બિનઅનામત સમાજ વિવાદીત પરિપત્રને લઇને આંદોલનનાં કાર્યકમો કરી રહ્યા છે ત્યારે સરકાર સામે આદિવાસી સમાજે તીર તાકયુ છે. આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી પણ ૧૦૦૦થી વધારે આદિવાસી સમાજનું ધાર્ડુ પહોંચી ગયું છે. આદિવાસી સમાજે સરકારનો ઉગ્ર વિરોધ કર્યો છે.

જો સરકાર વાત નહીં સાંભળે તો સમાજે ૧૫થી ૧૬ હજાર જેટલા તીર કામઠા તૈયાક કર્યા છે અને સરકાર ન્યાય નહીં આપે તો આદિવાસી સમાજ તીર કામઠા સાથે મેદાનમાં ઉતરી પડશે એવી આદિવાસી સમાજનાં આગેવાનોએ ચિંમકી ઉચ્ચારી છે.

સત્યાગ્રહ છાવણીએ પહોંચેલા આદિવાસી સમાજે જણાવ્યુ હતુ કે, અનુસૂચિત જાતિનાં ખોટા પ્રમાણપત્રો આપનાર અને લેનાર સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published.