ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એલઆરડી વિવાદીત પરિપત્રનો વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ, ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં મધ્યર્થી કરતાં નેતાઓએ એલઆરડી વિવાદનું અંત આણવા સરકારને સૂચના આપી હતી.
પાસનાં વરૂન પટેલ પણ હાજર હતાં. સરકાર બે દિવસમાં મોટી જાહેરાત કરે તેવો વરૂન પટેલે દાવો કર્યો હતો. અનામત અને બિન અનામત વર્ગને એમ બંને પક્ષો સાથે કોઇ પણ જાતનો અન્યાય ન થાય તે પ્રકારની સરકારની વિચારણા છે. એલઆરડી વિવાદીત પત્રોનો ટુંક સમયમાં જ અંત આવી શકે છે. તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યુ છે.