/////

સપનુ: L&Tને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મળ્યો 25 હજાર કરોડનો કરાર

એન્જિનિયરિંગ સહિત વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા લાર્સન એન્ડ ટર્બો (L&T)ને સરકાર તરફથી 25,000 કરોડ રૂપિયાનો કરાર મળ્યો છે. આ કરાર મુંબઈ -અમદાવાદ વચ્ચે મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ માટે અમલીકરણ છે.

L&Tના CEO અને વહીવટી સંચાલક એસ.એન.સુબ્રમણિયમે જાહેરાત દરમિયાન પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, અમને સરકાર તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો કરાર મળ્યો છે. જે 25,000 કરોડ રૂપિયાનો ઓર્ડર છે. આ અમારા માટે સૌથી મોટો કરાર છે. આટલી મોટી રકમનો આ સૌથી મોટો ઓર્ડર છે જે સરકારે આપ્યો છે.

વધુમાં કહ્યું કે, નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશને 24 સપ્ટેબરના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અંદાજે 1.08 લાખ કરોડ રૂપિયાની બોલી બોલાઇ હતી. જે પ્રોજેક્ટમાં ગુજરાતમાં પડનારા ભાગ સામેલ છે. મહત્વનું છે કે બુલેટ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ 2 કલાકમાં પહોંચી શકાશે.

Leave a Reply

Your email address will not be published.