//

શક્તિ સ્વરૂપ બનીને આવ્યા સાંસદ માડમ, યાત્રાળુઓની કરી મદદ

ભારતમાં કોરોનાનું સંક્રમણ વધતા વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરત કરાઈ છે. તો લોકડાઉન પહેલા હરિદ્વારાની યાત્રાએ ગયેલા ગુજરાત અને સૈરાષ્ટ્રના યાત્રાળુઓ પરત ફરે તે પહેલા લોકડાઉનની જાહેરાત કરાઈ હતી જેથી યાત્રાળુઓ ત્યાં ફસાયા હતા જેની જાણ સાંસદ પૂનમ માડમને થતા તેઓ યાત્રાળુઓની મદદે પહોંચ્યા હતા. સાંસદ પૂનમ માડમ યાત્રાળુઓની મદદે પહોંચ્યા હતા અને બધાજ યાત્રાળુઓને પોતાના વતન લાવી તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેમને પરત ઘરે મોકલવાની કામગીરી હાથ ધરી હતી. તો કુલ યાત્રાળુઓમાંથી મોટાભાગના યાત્રાળુઓ ગુજરાત અને સૌરાષ્ટ્રના હોવાનું જાણવા મળ્યું છે. હરિદ્વાર થઈ વતન પરત લાવવા સાંસદ પૂનમ માડમે મદદ કરી હતી.તો પોતાના માદરે વતન પહોંચી યાત્રાળુઓમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથજ સાંસદ પૂનમ માડમ માટે પણ અનોખી લાગણી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.