
કોરોનાથી વધી રહેલા સંક્રમિત કેસો વચ્ચે મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે- રાજકોટના ઉદ્યોગ પતિ પરાક્રમ સિંહ જાડેજા ભારત દેશને વેન્ટિલેટર પૂરા પાડશે. ઉદ્યોગ પતિ પરાક્રમ સિંહની કંપની જ્યોતિ સીએનસી ભારત માટે વેન્ટિલેટર તૈયાર કરી રહી છે. તો આ કંપની દ્વારા દેશમં વેન્ટિલેટરની અછત પૂર્ણ કરવામાં આવશે.. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ પરાક્રમ સિંહ જાડેજાની વડાપ્રધાન મોદી સાથે પણ આ અંગે વાતચીત થઈ છે વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતી ઉદ્યોગ સાહસિકો સફળ નિવડ્યા છે.. તો રાજકોટના તમામ વેન્ટિલેટર માટે કરવામાં આવેલું પરિક્ષણ પણ સફળ થયું છે.. તો આ વેન્ટિલેટર ફક્ત ગુજરાતનેજ નહીં દેશના અન્ય રાજ્યને પણ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતને વેન્ટિલેટરની કોઈ તકલીફ નહીં રહે અને જો દેશમાં વેન્ટિલેટરની જરૂર પડશે તો રાજકોટ દ્વારા વેન્ટિલેટર પુરા પાડવામાં આવશે.. રાજકોટના ઉદ્યોગપતિ દ્વ્રારા તૈયાર કરવામાં આવેલા આ વેન્ટિલેટરને ‘ધમણ’ નામ આપવામાં આવ્યું છે.. તો ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાંજ આ વેન્ટિલેટર બનાવ્યું છે. આ વેન્ટિલેટર બનાવી દેશમાં સૌથી મોટું ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે અ મહાસંકટના સમયમાં રાજકોટે ધમણ નામના વેન્ટિલેટરની રચના કરી સૌથી મોટી શોધ કરી છે.