
હાલ દુનિયામાં કોરોનાનો ભય છે લોકો ઘરમાં પુરાય ગયા છે ભગવાનના મંદિરો પણ લોકડાઉન થયા છે ત્યારે દર વર્ષે ચૈત્ર માસમાં માધવરાયજીના લગ્ન માધવપુર મુકામે રૂક્ષ્મણીજી સાથે થાય છે. લગ્ન સમયે ભાતીગળ મેળો પણ યોજાય છે તે ભગવાન માધવરાયજી મંદિર ટ્રસ્ટ દ્રારા કોરોના લડત માટે આજે મુખ્યમંત્રી રાહતફંડમાં 1.51 લાખનો ચેક મોકલી આપી લોકોના આરોગ્ય સેવામાં જોડાયેલ છે સામાન્ય રીતે મનુષ્ય કોઈ વિવહિત પ્રસંગમાં જાય તો વધામણાં કરતા હોઈ છે અને સામાજિક વહેવાર કરતા હોઈ છે ત્યારે ભગવાને પોતાના લગ્ન મુલતવી રાખી લોકોના આરોગ્યની ચિંતામાં રોકડ સહાય કરી છે ભગવાનના લગ્નમાં પણ લાખોનું વધામણું આવતું હોઈ છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ મંદિર ટ્રસ્ટ ભગવાનના લગ્નનું આયોજન મુલત્વી રાખેલ છે.