//

માધવપુરના માંડવે જાદવકુળના જાનની તાડામાર તૈયારી

પોરબંદર વેરાવળ હાઇવે પર આવેલા પૌરાણિક માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે ભવ્ય લોકમેળો યોજાય છે પાંચ દિવસ યોજાનાર મેળાનું આયોજન પહેલા ગ્રામપંચાયત કરતી હતી હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્રારા રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ કેન્દ્ર સરકારના ઉંચ્ચ અધિકારીઓની ટુકડીઓ માધવપુર મુકામે પહોંચી ગયેલ છે અને મેળાના આયોજન ની સમીક્ષા કરી રહી છે

ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીના લગ્ન માધવપુર્ના મધુવન જંગલ માં થયા હતા ત્યાર થી પરંરાગત રીતે માધવપુર ગામે રામનવમીના દિવસથી લગ્નની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ લગ્ન દરમિયાન દેશ ભરના લોકો લગ્ન અને મેળા ની મજા માણવા આવે છે ગત વર્ષે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીતના રાજકીય આગેવાનો એ લોકમેળો ખુલ્લો મુક્યો હતો અને 5 દિવસ સુધી અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક કાર્યકમો યોજાયા હતા આ વર્ષે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના ટુરિઝમ વિભાગ દ્રારા લોકમેળા ની તડામાર તૈયારી શરૂ કરી દેવા માં આવી છે

જેના ભાગરૂપે આજે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકાર ના અધિકારીઓ એ આજે મેળા ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી હતી જેમાં રાજ્ય સરકાર ના સેક્રેટરી શ્રી નિવાસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગામ અને લોકમેળા ગ્રાઉન્ડ ની સમીક્ષા કરી હતી.લોકમેળો આગામી આગામી 2 જી એપ્રિલ થી યોજાવાનો છે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર એ પણ તૈયારીઓ આરંભી દીધી છે

Leave a Reply

Your email address will not be published.