///

મધ્યપ્રદેશ સરકાર લવજેહાદને લઈને બનાવશે કાયદો

લવ જેહાદને લઈને મધ્યપ્રદેશ સરકાર કાયદો બનાવવા જઈ રહી છે. જેમાં રાજ્યના ગૃહપ્રધાન નરોતમ મિશ્રએ જણાવ્યું કે, જલ્દી અમે વિધાનસભામાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવીશું. આ એક બિન જામીનપાત્ર ગુનો હશે અને દોષીઓને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ હશે. આ પહેલા યુપી સરકાર પણ આ કાયદો બનાવવાની વાત કહી ચુકી છે.

આ અંગે મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રએ કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં શિવરાજ સરકાર દ્વારા લવ જેહાદને લઇને ધર્મ સ્વાતંત્ર કાયદા માટે બિલ રજૂ કરવામાં આવશે અને આ કાયદો બની ગયા બાદ બિન જામીન પાત્ર કલમોમાં કેસ દાખલ કરીને 5 વર્ષ સુધીની કડક સજા પણ કરવામાં આવશે. તો લવ જેહાદમાં સહયોગ કરનારાઓને પણ મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે અને લગ્ન માટે ધર્માતરણ કરનારાઓને પણ સજાની જોગવાઇ આ કાયદામાં રહેશે. પરંતુ સ્વેચ્છાથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા માટે સબંધિત વ્યક્તિનએ એક મહિના પહેલા કલેક્ટર કાર્યાલયમાં અરજી આપવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ લવ જેહાદ વિરૂદ્ધ નિવેદન આપી ચુક્યા છે. ત્યારે તેમણે સ્પષ્ટ કરી દીધુ હતું કે, મધ્ય પ્રદેશમાં આ પ્રકારના કેસ સામે આવતા કડકાઇથી પગલા ભરવામાં આવશે અને જલ્દી દેશમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો અમલી બનાવવામાં આવશે. જેને પગલે શિવરાજ સિંહે અધિકારીઓને કાયદો તૈયાર કરવાના આદેશ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.