/

ધુળેટીના દિવસે મધ્યપ્રદેશના રાજકારણમાં મોટા ઉલટફેર સિંધિયાનું રાજીનામુ, ભગવા રંગમાં રંગાશે !

મધ્યપ્રદેશ ના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગ્જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ માંથી રાજીનામુ આપી દીધું છે. સિંધિયાએ આજે સવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન સિંધિયાની સાથે અમિત શાહ પણ જોવા મળ્યા હતા ત્યારે હવે સિંધિયા ધુળેટીના દિવસે ભગવા રંગમાં રંગાશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કોંગ્રેસ માંથી રાજનામું આપી દીધુ છે અને રાજીનામુ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે મહત્વની વાત છે કે ઘણા સમયથી સિંધિયા અને દિગ્વિજય સિંહ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. અને કમલનાથ અને સિંધિયા વચ્ચે પણ કોઈ ખાસ મનમેળ નથી.

સૂત્રોને જાણકારી મળી છે કે મધ્યપ્રદેશ કૉંગ્રેસના 17 ધારાસભ્ય જેમાંથી 6 મંત્રી છે તે ભોપાલથી બેંગલુરુ જઈ ચૂક્યા છે. 400 પોલીસકર્મી આ ધારાસભ્યોની સુરક્ષામાં લાગ્યા છે. રિસોર્ટ જતા ધારાસભ્યોમાં મોટા ભાગના સિંધિયા જૂથના છે. ત્રણ અલગ-અલગ પ્રાઈવેટ પ્લેનથી આ નેતા બેંગલુરુ પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published.