///

આ રાજ્યમાં મદરેસા અને સંસ્કૃત શાળાઓ થઈ જશે બંધ, રાજ્ય કેબિનેટની મંજૂરી

અસમની સર્બાનંદ સોનોવાલ સરકારે રાજ્યમાં તમામ સરકારી મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને બંધ કરવાના પ્રસ્તાવને ગઇકાલે રવિવારે મંજૂરી આપી છે. રવિવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ મહતવ્નો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે અસમ વિધાનસભાનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. અસમ સરકારમાં સંસદીય મામલાના પ્રધાન અને સરકારના પ્રવક્તા ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યું કે, મદરેસા અને સંસ્કૃત સ્કૂલો સાથે જોડાયેલા હાલના કાયદાને પરત લઈ લેવાશે. તે માટે રાજ્ય વિધાનસભાના આગામી સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે.

હકીકતમાં આ પહેલા અસમ સરકારમાં શિક્ષણ પ્રધાન હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને જલ્દી નિયમિત સ્કૂલોના રૂપમાં પુનર્ગઠિત કરવામાં આવશે. તેમનું કહેવું છે કે ધાર્મિક શિક્ષણ માટે સરકારી ફંડનો ખર્ચ ન કરી શકાય. તેવામાં રાજ્ય મદરેસા શિક્ષણ બોર્ડ, અસમને ભંગ કરી દેવામાં આવશે. શિક્ષણ પ્રધાન સરમાએ તે પણ કહ્યું હતું કે અસમમાં 610 સરકારી મદરેસા છે અને સરકાર આ સંસ્થાઓ પર દર વર્ષે આશરે 260 કરોડ રૂપિયા ખર્ચ કરે છે.

તો ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ અમીનુલ હક લસ્કરે કહ્યું હતુ કે, મદરેસા ખાનગી પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવે છે, આ મદરેસાને બંધ કરવામાં આવશે નહીં. મતલબ સામાજીક સંગઠનો અને બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવવામાં આવશે મદરેસા ચાલતી રહેશે. ઉલ્લેખનીય છે કે અસમમાં બે પ્રકારના મદરેસા સંચાલિત થાય છે, એક સરકારી માન્યતા પ્રાપ્ત અને બીજા જે ખાનગી સંગઠન ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published.