///

રાજ્ય સરકારથી નારાજ મહારાષ્ટ્ર DGP સુબોધ જયસ્વાલ કેન્દ્ર સરકાર પાસે જશે

મહારાષ્ટ્ર રાજ્યના DGP સુબોધ જયસ્વાલ મહારાષ્ટ્ર સરકારથી ખુબ નારાજ થઈ ગયા છે. ત્યારે હવે તેઓ કેન્દ્ર સરકાર પાસે જવાના છે. આ મામલે વાત એમ છે કે, સપ્ટેમ્બર મહિનામાં જ લગભગ 50 સિનિયર પોલીસ ઓફિસરોની બદલી કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ નીચલા સ્તરના ઓફિસરોની બદલી કરાઈ.

આ અંગે સૂત્રોના જણાવ્યાં મુજબ DGPના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના તેમજ અનેક સિનિયર ઓફિસરોની પોતાનું ધાર્યું કરીને કરવામાં આવી રહેલી બદલીઓથી નાખુશ મહારાષ્ટ્ર પોલીસ વડા ડીજીપી સુબોધ જયસ્વાલે મહારાષ્ટ્ર છોડવાનો નિર્ણય લીધો છે અને તેમને રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, RAWમાં અનેક વર્ષો સુધી કામ કરી ચૂકેલા સુબોધ જયસ્વાલને નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે NSGના ડીજી તરીકેનું પોસ્ટિંગ મળી શકે છે. જોકે બદલીની મનમાની અને મહારાષ્ટ્ર સરકારનો રાજકીય હસ્તક્ષેપ ફક્ત પોલીસ વિભાગમાં જ નહીં પરંતુ બીજા વિભાગોમાં પણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.