///

મહારાષ્ટ્ર: તારલી નદીના પુલ પરથી મીની બસ 50 ફૂટ ઊંડી ખાણમાં ખાબકી, 5ના મોત

રાજ્યના કરાડના ઉંબ્રઝમાં આવેલા તારલી નદીના પુલ પરથી વહેલી સવારના પાંચ વાગે મીની બસ 50 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે જ ગોઝારી ઘટના ઘટી છે. જેમાં બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તારલી નદીના પુલ પરથી મીની બસ 50 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા આ દુર્ઘટના ઘટી છે.

આ અંગે મળતીવિગતો પ્રમાણે આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કરાડના ઉંબ્રઝમાં આવેલી તારલી નદીના પુલ પરથી મીની બસ 50 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. મીની બસ મુંબઈના વાસીથી ગોવા માટે નીકળી હતી. આ દુર્ઘટનામાં 3 વર્ષીય બાળક સહિત 5નાં મોત થયા છે. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published.