//

પાલિકાની મેઈન લાઈન તૂટતાં ભર ઉનાળે ચોમાસુ!!

રાજકોટ  જિલ્લાના ધોરાજી ગામમાં પ્રજાની પીવાનું પાણી  પૂરું પાડતી મેઈન લાઈનમાં ગાબડું પડી જતા રસ્તા પર ચોમાસા જેવો માહોલ થઇ ગયો હતો ધોરાજીના વોકળા વિસ્તારમાંથી પીવાની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા ઠેર ઠેર પાણી ભરાવા લાગ્યા હતા અને ભર ઉનાળે ચોમાસા જેવી રૂતુનો લોકો અહેસાસ કરી કરી રહ્યં હતા હાલ ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે અને પીવાના પાણીની જરૂરિયાત વધી રહીછે તેવામાં પાણીની પારાયણ  સર્જાઈ રહી છે એક તરફ ખેડૂતોની પણ સિંચાઈના પાણી નથી મળતા તેવા સમયે પાલિકાની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા હવે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે આજે પાલિકાની જર્જરિત લાઈનના ભંગાણને લઇને લોકોને દિવસો સુધી પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે આજે ધોરાજીની પાણી મુખ્ય લાઈન તૂટતા ધોરાજીમાં કચવાટ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.