રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં છેલ્લા બે મહિનાથી માલધારી સમાજના આગેવાનો અને યુવાનો કલેક્ટર કચેરી સામે બેસીને આંદોલન ચલાવી રહ્યા છે આંદોલનના સમર્થનમાં અનેક સમાજના આગેવાનોએ સમર્થન આપ્યું છે છતાં કોઈ પરિણામ નથી આવ્યું આંદોલનની શરૂઆત થઇ ત્યારે આંદોલન ઉગ્ર બનવાની શક્યતા હતી પરંતુ માલધારી સમાજે સમયાંતરે રાજ્ય સરકાર સામે અનેકો કાર્યક્રમો કર્યા મહિલાઓ એ ભવ્ય રેલીઓ યોજી હતી પરંતુ આજ સુધી આ આંદોલન મુદ્દે કોઈ રાજકીય આગેવાનોએ કે સરકારી બાબુઓએ છાવણી તરફ પગ નહિ માંડતા હવે એલ.આર.ડી. ભરતી કૌભાંડનો મામલો ગરમાઈ ગયો છે

માલધારી સમાજ ના આગેવાન મેરૂભાઇ એ જણાવ્યું હતું કે આજદિન સુધી બાપુ ની જન્મભૂમિ માં બાપુના વિચારથી આંદોલન ચાલવતા હતા હવે સરકાર ગંભીરતા પૂર્વક નોંધ નહિ લે તો ગીર ,બરડા ,અને આલોચના માલધારીઓ હવે ઉગ્ર આંદોલન કરવાની ત્યારી કરી રહ્યા છે

એક તરફ પોરબંદર માં એલ.આર.ડી.કૌભાંડ ચાલી રહ્યું છે તો તેના સમર્થન માં ગાંધીનગર માં પણ એલ.આર.ડી પરિપત્ર રદ કરવા માટે આંદોલન ચાલી રહ્યું છે જોવાનું છે કે આ પરિપત્ર રાડ થશે કે આંદોલન ચાલતું રહેશે.