માલધારીઓને મનાવવા આજે સરકાર અને માલધારી સમાજની મંત્રણા યોજાઈ હતી જેમાં કલાકોની મિટિંગ બાદ સરકારે બે દિવસનો સમય માંગ્યો હતો હજારોની સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો આજે ગાંધીનગર ખાતે મંત્રણા કરવા ગાંધીનગર પહોંચ્યા હતા જેમાં રાજ્યના મંત્રીઓ અને માલધારી સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાય હતી

માલધારીઓની માંગ હતી કે જ્યાં સુધી માંગના સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત ચાલુ રાખવાની વાત કરી છે માલધારીઓએ ગાંધીનગરમાં જ આંદોલન ચાલુ રાખવાની વાત કરીછે માલધારીઓની માંગ છે કે એલ.આર.ડી.ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ અને વિગત દર્શક કાર્ડની મહત્વની વાત વચ્ચે માલધારીઓની મંત્રણા ચાલતી હતી પરંતુ આજે માલધારીઓની માંગને સંતોષવા માટે સરકારે માલધારી આગેવાનો પાસે બે દિવસનો સમય માંગ્યો છે જોકે છેલ્લા 86 દિવસથી માલધારીઓ પોરબંદર ખાતે આંદોલન ચલાવી રહ્યં છે
આજની મિટિંગમાં રાજ્ય સરકાર વતી ત્રણ જેટલા સાંસદો ત્રણ કેબિનેટ મંત્રીઓ અને ત્રણ પૂર્વ કેબિનેટ મંત્રીઓ અને માલધારી આગેવાનો સહીતના લોકો કેબિનેટ મંત્રી આર.સી.ફળદુના નિવાસ સ્થાને યોજાય હતી પરંતુ હાલ આ મંત્રણા ભાંગી પડી હતી હવે બે દિવસ બાદ ફરી મંત્રણા ફરીથી યોજાશે.