/

મલ્લિકાર્જુને કહ્યું, દુઃખ છે કે કેટલાક વરિષ્ઠ નેતા લીડરશીપની વિરુદ્ધ…

કોંગ્રેસમાં વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. પાર્ટીના વરિષ્ઠ નેતાના એક નિવેદન બાદ આક્ષેપો ચાલુ જ રહ્યાં છે. મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના કેટલાક નેતાઓ પર કોંગ્રેસને અંદરથી નબળી બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

ચૂંટણીમાં હાર માટે પાર્ટી હાઈકમાનને નિશાનો બનાવી રહેલા નેતાઓની ટીકા કરતા ખડગેએ ગુરુવારે એક જૂથ થવાની અપીલ કરી છે. તેમણે અન્ય પાર્ટી નેતાઓને હાઈ કમાનને સપોર્ટ કરવાની માગ કરી છે. તેઓએ કહ્યું કે આપણે એક થઈને ચૂંટણી લડવી જોઈએ. એ દુઃખ છે કે કેટલાક વરિષ્ઠ નેતા ટોપ લીડરશીપની વિરુદ્ધ બોલી રહ્યા છે. આ વાતો ખડગેએ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જયંતી પર રાખવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન કરી હતી.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણી પાર્ટી અને નેતાઓને આ રીતે નબળા બનાવશો તો આપણે આગળ નહીં આવી શકીએ. જો આપણી વિચારધારા નબળી હશે તો આપણે નષ્ટ થઈ જઈશું. આ વાત ધ્યાનમાં રાખવી પડશે. ખડગેનું આ સ્ટેટમેન્ટ બિહાર ચૂંટણીમાં હાર બાદ કેટલાક નેતાઓના નિવેદન બાદ સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે વરિષ્ઠ પાર્ટી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે એવું લાગે છે કે પાર્ટી નેતૃત્વએ કદાચ દરેક ચૂંટણીમાંથી રહેલી હારને પોતાનું નસીબ માની લીધું છે. તેમણે કહ્યું કે પેટા ચૂંટણીના પરિણામોથી એવું લાગે છે કે દેશમાં લોકો કોંગ્રેસ પાર્ટીને અસરકારક વિકલ્પ નથી માની રહ્યાં.

સિબ્બલના નિવેદન બાદ કોંગી નેતાઓના એક બાદ એક નિવેદન સામે આવી રહ્યાં છે. જેમાં દિગ્ગજ નેતાની ટીકા કરી છે. રાજસ્થાનના મુખ્યપ્રઘાન અશોક ગહેલોતે પાર્ટીના આંતરિક મુદ્દાઓનો ઉલ્લેખ મીડિયામાં કરવા પર ટીકા કરી હતી. તેઓએ કહ્યું કે સિબ્બલને આ પાર્ટીના આંતરિક મુદ્દાઓનો ઉલ્લેખ મીડિયામાં કરવાની કોઈ જરુર નથી. તેનાથી પાર્ટી કાર્યકર્તાઓની ભાવના દુભાઇ છે. ગહેલોતે તેને લઈને ટ્વીટ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.