///

આમ અટકશે કુપોષણ ?

રાજયમાં કુપોષણની સમસ્યાઓ વધી રહી છે. ગામડાઓમાં વસતા ગરીબ બાળકો કુપોષણનો શિકાર છે. રાજકોટમાં રાજય સરકારે કુપોષણ સામે લડવા પાલક વાલી કાર્યકમ કર્યો હતો. જેમાં ગુજરાત રાજયનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. તેમજ વિજય રૂપાણીએ કાર્યકમમાં લોકોને સજાગ કરવા માટે સંબોધયા હતાં. જેમાં તેમણે નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાત ઉત્તમથી સર્વોતમ તરફ આગળ વધી રહ્યુ છે. કુપોષણ આપણા માટે એક ચેલેન્જ છે. હાલમાં વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં વિપક્ષ દ્વારા કુપોષણ અંગે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં. કુપોષણનાં આંકડાં મુજબ ૬૯માં ૧૪૫ બાળકો કુપોષણ છે. ૧૪૫ બાળકોમાં ૧૪૫માંથી ૧૫ કુપોષણમાંથી નીકળીને પોષિત બન્યા છે. ૨ વર્ષ સુધી ગુજરાત પોષણ અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં અવાશે. જેમાં કુપોષિત બાળકોને વધુમાત્રામાં પોષિત બનાવવામાં આવશે તેવો દાવો આજે રાજકોટમાં પાલકવાલી કાર્યકમમાં વિજય રૂપાણીએ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.