////

અમિત શાહના નિવેદન પર મમતા બેનરજીએ કર્યો પલટવાર, કહ્યું…

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને TMCના પ્રમુખ મમતા બેનર્જીએ સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર પ્રહાર કર્યો છે. જેમાં મમતા બેનર્જીએ કહ્યું કે, અમિત શાહે એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં આવીને સરકાર પર જે ગંભીર આરોપ લગાવ્યા છે તે માત્ર ખોટી વાતો છે. મમતાએ કહ્યું કે, અમિત શાહે તથ્યોની તપાસ કર્યા વગર આરોપ લગાવ્યા છે. તેઓ કાલે એટલે કે મંગળવારે અમિત શાહના પ્રહારનો વિગતવાર જવાબ આપશે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રવિવારે પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે, હાલના સમયમાં ભાજપના નેતા ગમે તે બોલી રહ્યાં છે. ભાજપ એક ‘છેતરનાર’ પાર્ટી છે, રાજનીતિ માટે ગમે તે કરી શકે છે. અમે CAAનો વિરોધ કરી રહ્યાં છીએ કારણ કે તે કાયદાના રૂપમાં પસાર કરવામાં આવ્યો હતો. તે નાગરિકોના ભાગ્યનો નિર્ણય ન કરી શકે. તેને પોતાના ભાગ્યનો નિર્ણય કરવા દો. અમે CAA, NPR અને NRCની વિરુદ્ધ છીએ.

તો બીજી બાજુ અમિત શાહની રેલીના જવાબમાં મમતા બેનર્જી પણ રેલી કરવાના છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું કે, હું 28 ડિસેમ્બરે એક વહીવટી બેઠક માટે બીરભૂમ જઈ રહી છું. હું 29 ડિસેમ્બરે એક રેલી કરીશ.

મહત્વનું છે કે, એક દિવસ પહેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, દેશ આઝાદ થયો તો દેશના ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં બંગાળની ભાગીદારી 30 ટકા હતી, આજે 3 ટકા છે. તે માટે કોણ જવાબદાર છે. પ્રતિ વ્યક્તિ આવક 1960મા મહારાષ્ટ્રના મુકાબલે આશરે બમણી હતી, આજે અડધી રહી નથી. આખરે કોણ જવાબદાર છે. 1960મા બંગાળ ભારતના સૌથી અમીર રાજ્યોમાં સામેલ હતું, હવે ખુબ નીચે છે. કોણ જવાબદાર છે? અમિત શાહે કહ્યું કે, 1950ના દાયકામાં દેશની ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં લગભગ 70 ટકા હિસ્સો બંગાળનો હતો, આજે 7 ટકા. કોણ જવાબદાર છે. જૂટ ઉદ્યોગ બરબાદ થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published.