////

મમતા બેનરજીના BJP પર પ્રહાર, કહ્યું-પશ્ચિમ બંગાળને ગુજરાત નહીં બનવા દઈશું

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ BJP પર પ્રહાર કર્યા છે. જેમાં મમતાએ ભગવા પાર્ટી પર ‘બહારના હોવાનો’ પોતાના આરોપને વધારે હવા આપતા કહ્યું કે, બંગાળની ધરતી જીવનનું સ્ત્રોત છે. આપણે આ માટીને સુરક્ષિત રાખવી પડશે. આપણને તેના ઉપર ગર્વ થવો જોઈએ. એવું ના થઈ શકે કે, કોઈ બહારથી આવે અને કહે કે, આ સ્થાન ગુજરાતમાં પરિવર્તિત થઈ જશે. તેમણે કહ્યું, અમારો સંદેશ તે છે કે, આપણે તમામ માટે છીએ, માનવતા તમામ માટે છે, પછી ભલે તે શિખ, જૈન અથવા ખ્રિસ્તી હોય. અમે તેમના વચ્ચે વિભાજનની મંજૂરી આપતા નથી.

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા પર રાજ્યમાં ગુજરાતનું વિકાસ મોડલ લાગુ કરવાના BJP દ્વારા કરવામાં આવી રહેલા દાવા પર તંજ કસતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, લોકો એવું થવા દેશે નહીં.

મમતા બેનરજીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને જયહિંદના નારા, આ તમામ પશ્ચિમ બંગાળે વિશ્વને આપ્યા છે. બંગાળ શ્રેષ્ઠતા અને યોગ્યતાને મહત્વ આપે છે, અમે આને ગુજરાતમાં રૂપાંતરિત કરવાની પરવાનગી આપી શકીએ નહીં.

તો બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૌગત રાયે પોતાની પાર્ટી છોડીને BJPમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારીની ટીકા કરતા કહ્યું કે, રાજ્યની રાજનીતિમાં ગદ્દારો માટે કોઈ જ જગ્યા નથી. તેમેન કોંટઇમાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું, કોંટઈ કોઈ પરિવારની જાગીરી નથી. દરિયામાંથી બે ઘડા પાણી નિકાળી લેવાથી કોઈ જ ફરક પડે નહીં. અધિકારીએ હિન્દુત્વ શક્તિઓ સાથે હાથ મિલાવીને પોતાની વિશ્વસનિયતા ગુમાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.