////

મમતા બેનર્જી 5 મેના રોજ લેશે મુખ્યમંત્રી પદના શપથ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી TMC એ અભૂતપૂર્વ જીત હાંસલ કરી છે. ત્યારે TMC મીટિંગમાં તમામની સર્વસમ્મતિથી મમતા બેનરજીને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. ત્યાર બાદ મમતા બેનરજી 5 મેએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સિવાય અન્ય લોકોનું શપથ ગ્રહણ 6 મેએ થશે.

ભાજપના પાર્ટી કાર્યાલય પર થયેલા હુમલાને લઇને મમતાએ કહ્યું કે, મને હિંસા પસંદ નથી. તે લોકો જૂની તસવીરો બતાવી રહ્યા છે પરંતુ મને આ સમજમાં નથી આવતુ કે ભાજપ આવુ કેમ કરી રહી છે, તેમણે આરોપ લગાવ્યો કે અમે જાણીયે છીએ કે ભાજપ અને કેન્દ્રીય દળોએ અમને પરેશાન કરવામાં કોઇ કસર બાકી રાખી નથી પરંતુ હું તમામ બંગાળના રહેવાસીઓને શાંતિની અપીલ કરૂ છું.

મમતાએ કહ્યું કે, ભાજપ કોઇ શહેનશાહ નથી. અમે 24 કલાક કામ કરીએ છીએ અને પોતાની જનતા સાથે જોડાયેલા રહીએ છીએ, તેમણે કહ્યું કે અમે વિનાશના રસ્તાને રોક્યો છે. બંગાળની જનતાએ રોક્યો છે, મમતાએ પોતાની જીતની ક્રેડિટ યુવાઓ અને મહિલાઓને આપી હતી. નંદીગ્રામમાં કાઉન્ટિંગને લઇને મમતાએ કહ્યુ કે પાર્ટી તેના વિશે વિચાર કરી રહી છે, તેમણે કહ્યુ કે મને કેટલાક મેસેજ આવી રહ્યા છે. કેટલાક મેસેજ એવા છે જેના અનુસાર જો હું રીકાઉન્ટિંગની વાત કરૂ છું તો મારા જીવને ખતરો છે.

કોરોનાની વેક્સિનને લઇને મમતાએ કહ્યું કે, અમે કેન્દ્ર પાસે 3 કરોડ વેક્સિનની માંગ કરી હતી પરંતુ તેમણે પરવાનગી આપી નથી. મમતાએ કહ્યું કે, કેન્દ્ર બેથી ત્રણ રાજ્યોને વધુમાં વધુ વેક્સિન આપી રહી છે. આ સિવાય લેફ્ટને લઇને આવનારા પરિણામો પર મમતાએ કહ્યુ કે તેમણે ભાજપની ફેવર કરી અને તેમના સુપડા સાફ થઇ ગયા.

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં 294માંથી 213 બેઠક જીતી હતી. ભાજપને 77 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધનના સુપડા સાફ થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.