////

મમતા દીદીએ પૂરું બંગાળ તો જીત્યું પરંતુ હાઈપ્રોફાઈલ બેઠક નંદીગ્રામને ગુમાવી દીધું

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં તો સત્તા મેળવી લીધી પરંતુ પોતે નંદીગ્રામની બેઠક ગુમાવી દીધી છે. ત્યારે રવિવારે પૂરા દિવસ સુધી ચાલેલા રસાકસી ભર્યા માહોલ બાદ મમતા તેમના કટ્ટર હરિફ અને ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે નંદીગ્રામ બેઠક હારી ગયા.

રવિવારે રાત્રે 11 વાગ્યા બાદ 17મા રાઉન્ડના અંતે આ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થતાં ચૂંટણી પંચે સુવેન્દુને 1956 મતે જીતેલા જાહેર કર્યા. આ અગાઉ મમતા 12000 કરતા વધુ મતે જીત્યાના અહેવાલ આવ્યા હતા. ત્યાર બાદ સુવેન્દુએ 16 હજારથી વધુ વોટથી જીત મેળવી હોવાના સમાચાર આવ્યા. મમતાએ 12થી 15 રાઉન્ડ સુધી સરસાઈ બનાવી રાખી, પરંતુ અંતે અધિકારીએ તેમને હરાવ્યા.

બંગાળની નંદીગ્રામ સીટ પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં હતા. જેમાં તેમનો મુકાબલો સુવેન્દુ અધિકારી સાથે હોવાથી અહીં ચૂંટણી ભારે રસપ્રદ બની હતી. જેમાં મમતા બેનરજીની ટીએમસી 214 બેઠકો સાથે ફરી સત્તા પર આવી ગઇ. રાજ્યમાં 294માંથી 292 બેઠકો માટે મતદાન થયું હતું. તેથી બહુમતી માટે 147 બેઠકોની જરુર હતી. ભાજપને 76 બેઠકો મળી. તે વિપક્ષની ભૂમિકા ભજવશે. સૌથી મોટુ નુકસાન કોંગ્રેસને થયું. તેને માત્ર 1 બેઠક મળી.

જોકે મહત્વનું છે કે, આ પહેલાં સાંજે સાડા 4 વાગ્યે સમાચાર આવ્યા હતા કે, નંદિગ્રામમાં મમતાએ 1200 વોટથી જીત મેળવી, પરંતુ દોઢ કલાક પછી સાંજે 6 વાગ્યે ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ દાવો કર્યો કે મમતા જીત્યા નથી, પરંતુ 1622 વોટથી હારી ગયા છે. તો ચૂંટણી પંચની વેબસાઈટ અલગ જ આંકડા રજૂ કરતા રહ્યાં.

ત્યારે બંગાળમાં સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા નંદીગ્રામ સીટ પર જોવા મળી. તૃણુમૂલ છોડીને ભાજપમાં આવેલા સુવેન્દુએ કહ્યું હતું કે તેઓ 50 હજાર વોટથી જીતશે અને જો હારી જશે તો રાજકારણ છોડી દેશે. બંગાળમાં પ્રારંભિક અઢી કલાકમાં જ તૃણમૂલ કોંગ્રેસ 147 સીટોની બહુમતીના આંકડાને પાર કરી ગઈ.

Leave a Reply

Your email address will not be published.