/////

સુરતમાં ભાજપની સભામાં ઈંડું ફેંકનાર શખ્સ પકડાયો

સુરતમાં ભાજપની સભામાં ઈંડું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, આ વ્યક્તિ સુરતના કોંગ્રેસના કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કાર્યકર છે. ભાજપએ આગળ પણ કહ્યું હતું, આ પ્રકારના કાળા કામ કોંગ્રેસના જ છે, કોંગ્રેસનો કાળો ચહેરો આજે વધુ એક વખત ખુલ્લો પડી ગયો છે.

વાળાએ જણાવ્યું હતું કે, ભાજપાને ચૂંટણીની સીધી લડાઇમાં કોંગ્રેસ પહોંચી શકે તેમ નથી, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી, કોઈ નેતૃત્વ નથી, માટે વારંવાર આવી નિમ્નકક્ષાની હરકતો ઉપર ઉતરીને યેનકેન પ્રકારે ગુજરાતની શાંતિ ડહોળવાના કુપ્રયાસો કોંગ્રેસ કરી રહી છે.

ભૂતકાળમાં પણ કોંગ્રેસે જ્ઞાતિ-જાતિ વચ્ચે વેર-ઝેર ફેલાવી શાંત અને સલામત ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસો કરેલા, પરંતુ ગુજરાતની શાણી અને સમજુ જનતાએ આ કાળી કોંગ્રેસને ઓળખી લીધી છે, કોંગ્રેસના બદઈરાદા ક્યારેય પાર પડવા દીધા નથી.

વાળાએ કોંગ્રેસને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ પ્રકારના કાળા ધંધા બંધ કરે, નકારાત્મકતા અને અરાજકતા ફેલાવવાનું બંધ કરે, કોંગ્રેસના આવા કૃત્યોને કારણે જ ગુજરાતની જનતાએ 25 વર્ષથી તેને સત્તાથી દૂર રાખી છે.આગામી 50 વર્ષોમાં પણ ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને માફ કરવાની નથી.

Leave a Reply

Your email address will not be published.