
અમદાવાદના ઈન્દીરાબ્રીજ નજીક મધરડેરી પાસે આજે સાંજે અચાનક કારમાં આગ લાગતા કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું આજે સાંજે ઇન્દિરા બ્રિજ પાસે આવેલી મધર ડેરી નજીક યોગેશ કેશવલાલ પ્રજાપતિ નામનો યુવાન પોતાની કાર લઇને પસાર થતો ત્યારે કારમાં અચાનક આગ કાર સળગી ઉઠી હતી અને કાર ચાલક બહાર નીકળી નહીં શકતા આગમાં જ ફસાઈ ગયો હતો અને આગમાં જ ખાખ થયો હતો કાર ચાલક યોગેશ કેશવલાલ પ્રજાપતિ અમદાવાદની સિમ્સ હોસ્પિટલ પાછળ રહે છે અને તેની કાર ના નંબર GJ 1 HY 2896 બલેનો કાર લઇને નીકળ્યા હતા ત્યારેજ અચાનક કારમાં સોટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી ને જોત જોતામાં કારચાલક બળીને ખાખ થઈ ગયો હતો.