////

મણિપુર કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું રાજીનામું, 8 MLA ભાજપમાં જોડાઈ શકે છે

મણિપુર કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે પાર્ટીના અધ્યક્ષ ગોવિંદાસ કોંથૌજામે રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોટ્સ અનુસાર આજે મણિપુરમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

ગોવિંદાસ કોંથોજમ વિષ્ણુપર વિધાનસભા ક્ષેત્રથી સતત છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહ્યાં છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં તેમણે મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે રાજીનામું આપવું એ કોંગ્રેસ માટે મોટો ઝાટકો છે, કેમ કે આગામી વર્ષ મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

તો બીજી બાજુ શારદા દેવીને મણિપુરના બીજેપી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આનાથી પહેલા એસ ટિકેન્દર સિંહ બીજેપી અધ્યક્ષ હતા, જેમનું કોરોનાથી મે મહિનામાં મૃત્યુ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.