///

મનસુખ વસાવાએ લવ જેહાદ મામલે કડક કાયદો બનાવવા CM રૂપાણીને કરી રજૂઆત

રાજ્યમાં લવ જેહાદ મામલે કડક કાયદો બનાવવા અંગે ગુજરાત ભાજપના ડભોઈ વિધાનસભાના MLA શૈલેશ સોટ્ટાએ સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી હતી. ત્યારબાદ રાજ્યના સિનિયર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ ઉત્તર પ્રદેશની જેમ રાજ્યમાં લવ જેહાદનો કડક કાયદો બનાવવા CM રૂપાણીને રજૂઆત કરી હતી.

BJP સાંસદ મનસુખ વસાવાએ લવ જેહાદ મામલે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. એમના એ આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યુ છે. ત્યારે હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લવ જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે.

આ અંગે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને ગરીબાઈનો લાભ લઈ રાજ્યમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે. આ કાર્યો કરવા માટે પણ એક પ્રકારે મોટા પાયે એજન્ટોની ટીમ સક્રિય છે. આથી ગરીબ આદિવાસી દિકરીઓ પ્રલોભન આપી આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે, જેના પર પણ રોક લગાવવા કાયદામાં જોગવાઈ કરવા સરકાર સમક્ષ મેં રજૂઆત કરી છે.

ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 5 વર્ષથી સતત લવ જેહાદ અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવા મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું, પરંતુ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ નથી આવવાનો. એના માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે.

મહત્વનું છે કે, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાલ પણ આદિવાસીઓની છોકરીઓના કાઠિયાવાડ, મેહસાણા, અમદાવાદ સહિતના અન્ય વિસ્તારમાં લગ્ન કરાવી, લગ્ન કરાવનાર વચેટિયાઓ વર પક્ષ પાસેથી રીતસરનું કમિશન લેતા હોવાનું તથા આ કમિશનમાં યુવતીના માતા-પિતાને પણ અમુક હિસ્સો આપતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો ભાજપ સાંસદના કાને આ વાત ચોક્કક્સ આવી હોવી જોઈએ, એ જ કારણે એમણે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હશે.

Leave a Reply

Your email address will not be published.