////

દિવાળીને ધ્યાને લઇ અમદાવાદના કાંકરીયામાં આજથી આ સેવા શરૂ

રાજ્યમાં હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે તેમ નવરાત્રી પુરી થયા બાદ હવે દિવાળીના પણ ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આ દિવસોની લોકો પણ આતૂરતાથી રાહ જોતા હોય છે. જેમાં અમદાવાદીઓ દિવાળીની મજા લઈ શકે તે માટે કાંકરિયા લેક ફ્રન્ટ આજથી શરૂ થશે.

કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને આજે લેક ફ્રન્ટ સાથે સંકળાયેલાં કર્મચારીઓ અને સ્ટોલવાળાના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આજથી અટલ એક્સપ્રેસ સહિત નગીનાવાડી, બલુન અને નાના બાળકો માટેની રાઈડ સહિતની સેવાઓ શરૂ થશે.

ઉલ્લેખનિય છે કે 1 ઓકટોબરથી કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં ઝુ, બાલવાટિકા અને બટરફ્લાય પાર્ક કાર્યરત કરાયા હતા છતાં અત્યાર સુધી દરરોજના 5 હજારથી વધારે મુલાકાતીઓ આવતા હતાં.

મહત્વનું છે કે 1લી નવેમ્બરથી અટલ એક્સપ્રેસ, મિનિ ટ્રેન, હિલિયમ બલુન, નગીનાવાડી રાઈડનો આનંદ લોકોને મળતો થશે. જે બાદ મુલાકાતીઓની સંખ્યા વધશે. કોવિડ-19ની ગાઈડલાઈનને લઈને હાલ 50 ટકા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને તંત્રએ કાંકરિયા સહિતના તમામ જાહેર સ્થળોને બંધ કર્યા હતાં. ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોકની ગાઈડ લાઈન બાદ ધીમે ધીમે જાહેર સ્થળો ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કાંકરિયા લેક ફ્રન્ટ આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.

Leave a Reply

Your email address will not be published.