////

રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના સમર્થનમાં આવતીકાલે બંધ પાડશે

youtube.com

કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધમાં ખેડૂતો દ્વારા આજે સતત 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે આવતીકાલે ખેડૂતો દ્વારા ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. ખેડૂતોના ભારત બંધને રાજકીય પાર્ટીઓ સહિત અનેક પક્ષોનું સમર્થન મળી રહ્યું છે. તો હવે ખેડૂતોના ભારત બંધને ગુજરાતમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. વડોદરા બાદ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને ટેકો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માટે દિલ્હીની સરહદો પર છેલ્લા 11 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે મંગળવાર એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. તો ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. આવતીકાલે મંગળવારે આ બંન્ને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. યાર્ડના દલાલ મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતો દ્વારા નવા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે કિસાનો અને ખેડૂતો વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત થઈ છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હવે કિસાનો અને સરકાર વચ્ચે 9 ડિસેમ્બરે ફરી બેઠક થવાની છે. આ પહેલા આઠ તારીખે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે જેનુ સમર્થન આ પહેલા વડોદરા માર્કેટ યાર્ડે પણ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.