///

લગ્ન માટે હવે લેવી પડશે ઓનલાઇન મંજૂરી, 100થી વધારે લોકોને પરવાનગી નહીં મળે

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લગ્નની ઓનલાઇન મંજૂરીને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. લગ્નમાં 100થી વધારે લોકોને મંજૂરી નહીં મળે. લગ્ન પહેલા પોલીસને ઓનલાઇન મંજૂરીની સ્લીપ બતાવવી પડશે.

પુખ્ત વિચારણાના અંતે Covid-19ની પ્રવર્તમાન સ્થિતિને લક્ષ્યમાં રાખી રાજ્યમાં આગામી સમયમાં યોજાનારા લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. આ મામલે National Informatics Centre દ્વારા Online Registration for Organizing Marriage Functionનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે. જેને Digital Gujarat Portle (www.digitalgujarat.gov.in) પર કાર્યરત કરવામાં આવેલું છે.

આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા અંગે પોર્ટલ પર Online અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજદાર Registration Slipની પ્રિન્ટ લઇ શકે છે, PDF સેવ કરી શકે છે. જો કોઇ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી, કર્મચારી અરજદાર પાસે Registration Slipની માંગણી કરે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published.