
કોરોના વાયરસની લડતમાં દેશના અલગ અલગ ક્ષેત્ર માંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકો આર્થિક સહાય કરી રહ્યા છે ફિલ્મી કલાકારો,ધાર્મિક સંસ્થાઓ ઉદ્યોગપતિઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ લોકોના આરોગ્યની ચિંતા કરતા રાહત ફંડમાં સહાય કરી છે ત્યારે વર્ષોથી લોકોને ઘર ઘર સુધી ટપાલ પહોંચાડી દેશ અને દુનિયામાં લોકોના સંપર્કમાં સાથ સહકાર આપતી એક એવી કંપની એ પણ કોરોના વાયરસ ની લડત માં સહભાગી થઈ છે મારુતિ કુરિયર ચેરમેન રામ મોકરિયા દ્રારા લોકો ના સ્વાસ્થ્ય અને આરોગ્ય ચિંતા કરી મુખ્યમંત્રી રાહત ફંડ માં 108 લાખ રૂપિયાની સેવા કરી છે કુરિયર કંપની માં ખુબ મોટું અને જાણીતું નામ છે વર્ષો જૂની કુરિયર કંપની માં હજારો લોકો ઘર ઘર સુધી પહોંચી લોકોને ટપાલ કવર અને પાર્શલ સેવા પુરી પાડે છે તે કંપની પોતાની ફરજ અદા કરી જનઆરોગ્ય માટે સેવા માં ખડે પગે ઉભી રહ્યા છે લોકડાઉન દરમિયાન પણ અવિરત સેવા જાળવી રાખી જનતા સેવાના ઉમદા કાર્ય માં 108 લાખનું ફંડ આપ્યું છે.