/

મરયમ નવાઝે ઈમરાન સરકાર પર લગાવ્યો સંગીન આરોપ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની પુત્રી મરયમ નવાઝે ઈમરાન સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. મુસ્લિમ લીગ-નવાજ પાર્ટીની ઉપાધ્યક્ષ મરયમ નવાજના જણાવ્યાં અનુસાર, જેલની જે સેલમાં તેને રાખવામાં આવી છે, ત્યાં ગુપ્ત કેમેરા ગોઠવવામાં આવ્યા હતાં. એટલું જ નહીં, મરિયમના વૉશરૂમમાં પણ કેમેરા લગાવવામાં આવ્યા હતાં.

તાજેતરમાં એક ઈન્ટર્વ્યૂમાં મરયમે પોતાને પડી રહેલી અગવડતા વિશે વાત કરી હતી. ગત વર્ષે ચૌધરી શુગર મિલ્સ મામલે ધરપકડ કરવામાં આવ્યા બાદ જેલની સજા ભોગવવી પડી હતી.

મરયમે ઈમરાન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, હું બે વખત જેલમાં જઈ ચૂકી છે. જો હું અટકાયતમાં રહેવા દરમિયાન મારા સહિત અન્ય મહિલા કેદીઓ સાથે થનારા જૂલમ વિશે વિગતવાર જણાવીશ તો, તેમને પોતાનો ચહેરો છૂપાવવા માટે જગ્યા નહીં મળે. જો અધિકારી એક રૂમમાં ઘૂસીને મારા પિતા નવાજ શરીફની સામે મારી ધરપકડ કરી શકે છે, તો પાકિસ્તાનમાં કોઈ મહિલા સુરક્ષિત નથી.

Leave a Reply

Your email address will not be published.