/

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું વિતરળ કરાયું

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા તકેદારીના અનેક પગલાં લેવાઈ રહ્યા છે. તો બીજી બાજુ સ્વૈચ્છિક, સામાજિક સંગઠનો, યુવા મંડળો અને વિવિધ સમાજો દ્વારા પણ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે કોરોનાને માત આપવા તકેદારીના ભાગરૂપે આસોદર એપીએમસી શાર્ક માર્કેટ યાર્ડ ખાતે આયુર્વેદિક ઉકાળા તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લોકોને નિ:શુલ્ક આયુર્વેદિક ઉકાળા તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સામે લડવા અને તેને માત આપવા કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો અનેક રીતે લોકોને મદદ કરી રહ્યા છે. સમગ્ર ભારત દેશમાં કોરોનાના 149 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 53 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે તો કોરોના સામે ગુજરાતીઓ સતર્ક બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.