///

અમદાવાદમાં ચાર બાળકોની માતા પર હેવાનોનું સામૂહિક દૂષ્કર્મ

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ અનેક મહિલાઓ, યુવતીઓ તેમજ નાની બાળકીઓ પર બળાત્કારના કેસો સામે આવી રહ્યાં છે. જેથી લાગી રહ્યું છે કે, હવે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં ચાર સંતાનની માતાને પ્રેમીએ ઘરે બોલાવી, ત્યારબાદ પોતાના ઘરે ન જવા દીધી, બાદમાં કેફી પીણું પીવડાવી પ્રેમી સહિત બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો.

અમદાવાદ શહેરમાં 4 બાળકોની એક માતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક 4 બાળકોની માતાને એક રિક્ષા ચાલક સાથે સંબંધ હતો. ત્યાર બાદ તે રિક્ષા ચાલક પોતાના કેટલાંક મિત્રોને લઇને આ પરિણીતા પાસે આવ્યો હતો. આ ઘટનામાં ગઈકાલે રીક્ષા ચાલક અને તેમના મિત્રોએ દારૂ પીધા બાદ આ પરિણીતા સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જેનાં વિશે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે જાણવા મળી રહ્યું છે કે, રિક્ષાચાલક અને તેના મિત્રોએ સરદારનગર વિસ્તારમાં આ પરિણીતાને લઈ જઈને રૂમમાં બળાત્કાર ગુજાર્યો હતો. જો કે પરિણીતાની ફરિયાદને આધારે સરદાનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પણ આ ઘટનાની ગંભીરતા દાખવીને આરોપીઓને શોધીને ત્રણેયની ધરપકડ કરી છે. આ ઘટના અંગે સાયન્ટિફિક પુરાવા પણ પોલીસ એકત્રિત કરી આરોપીઓને કડક સજા અપાવવા કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published.