/

રાજ્યભા ચૂંટણી : કોંગ્રેસમાં જોરદાર લોબિંગ ભરતસિંહને સાંસદ બનાવવા સોસીયલ મીડિયામાં ઉઠી માંગ

રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ખુદ ઘેરાઈ રહી છે અલગ અલગ સમજો દ્રારા રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામનો પ્રસ્તાવ આવી રહ્યો છે ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકોની આગામી દિવસોમાં ચૂંટણી યોજવાની છે જેને લઈને કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે અલગ અલગ સમજો દ્રારા પોતાના આગેવાનો રાજસભા ની ટિકિટની માંગ કરી રહ્યા છે ત્યારે હવે રાજ્યસભામાં ભરતસિંહ સોલંકીને પણ રાજ્યસભામાં મોકલવાની માંગ ઉઠવા પામી છે સોશ્યલ મીડિયામાં ભરતસિંહ સોલંકીના નામથી એક મુહિમ ચાલી રહી છે અને ભરતસિંહ સોલંકીને રાજ્યસભામાં મોકલવાની વાતો વહેતી થયેલી છે

OBC સમાજ ને મહત્વ આપીને કોંગ્રેસ પોતાની વોટબેન્ક મજબૂત કરી રહી છે તો ભાજપ દ્રારા પણ લાલસિંહ અને જુજલજી ઠાકોરને તક અપાયની દલીલો ચાલી રહી છે જો કોંગ્રેસ OBC સમાજને તક નહિ આપે તો OBC સમાજ નબળી પાડવાનું પણ સોસ્યલ મીડિયાના માધ્યમથી જણાવવા માં આવી રહ્યું છે હાલ તો કોંગ્રેસ માટે રાજ્યસભાની ચૂંટણી આગામી સ્થાનીક સ્વારાજ ની ચૂંટણીને નઝર સમક્ષ રાખીને ઉમેદવારની શોધમાં છે ત્યારે કેટલાક સમજો દ્રારા કોંગ્રેસ સામે રાજ્યસભાની ચૂંટણીનું જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે જોવાનું એ છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ કોને મેન્ડેડ આપે છે અને ક્યાં સમાજના આગેવાનને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની તક આપશે તે તરફ સૌનું ધ્યાન છે  

Leave a Reply

Your email address will not be published.