
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ ભારત માટે કોરોનાને અટકાવવા માટે આગામી 30 દિવસ ઘણા જ મહત્વપૂર્ણ રહેશે. હાલમાં કોરોના વાયરસ ભારતમાં તેના બીજા સ્ટેજમાં પહોંચી ગયો છે. કોરોના વાયરસને ભારતમાં ગંભીર સ્વરુપ ધારણ કરતો રોકવા આગામી એક મહિનો ખૂબ જ મહત્વનો રહેશે. દિલ્હી અને કર્ણાટકમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. સંશોધનકારોના અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, ચેન ટ્રાન્સમિશનનો સમય એક સપ્તાહ કરતા ઓછો હોય છે, અને 10 ટકાથી વધુ દર્દીઓને એવી વ્યક્તિ દ્વારા ચેપ લાગે છે કે જેમને વાયરસ લાગેલો છે, પરંતુ તેના લક્ષણો ઝડપથી સામે આવતા નથી.