/

માવઠાથી ફરી રડ્યો જગતનો તાત

રાજ્યના અનેક વિસ્તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની થઇ છે. અમદાવાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખાસ ઘઉં,એરંડા,જીરું, કપાસ અને તુવેરના પાકને ભારે નુકસાની ગઈ છે. અમદાવાદના સાણંદ તાલુકા ખેતી કરતા ખેડૂતોને ફરી રડવાનો વારો આવ્યો છે. કારણ કે રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા મોટાભાના પાકની સ્થિતિ બગડી ગઈ છે. હાલ ખેડૂતો બચેલા ઘઉં ગોડાઉનમાં ઠાલવવા જઈ રહ્યા છે.

ગઈકાલે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયકલોનીક સર્ક્યુલેશનની અસર છે તે રહશે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે ત્યારે ગઈકાલ સાંજથી રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 48 કલાક વાદળ છાયું વાતાવરણ રહશે. થન્ડર સ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ, મહેસાણા, અંબાજી, નડિયાદ અને રાજકોટમાં મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.અમદાવાદ શહેરના સરખેજ, વેજલપુર, ઘાટલોડિયા, બોપલ, સનાથળ, શાંતિપુરા, મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, મોટેરા, જીવરાજ પાર્ક, ગોતા, થલતેજમાં ગાજવીજ સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે બોપલમાં વીજળી ગુલ થયાની ફરિયાદો ઉઠી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, ઈશનપુર, નારોલ, જશોદાનગર, ઘોડાસર, રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, વટવા, રખિયાલ, બાપુનગર, ગોમતીપુરમાં પણ માવઠું થયું છે. ધોળકા પંથકમાં પણ વરસાદ પડ્યો છે. નડિયાદમાં રાત્રે માવઠું થયું છે. રાજકોટ, અંબાજી, મહેસાણાના વસાઇમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે 48 કલાકની આગાહી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Leave a Reply

Your email address will not be published.