////

અમદાવાદના વાસણામાં મેથ્સના શિક્ષકે બિલ્ડીગ પરથી પડતુ મુક્યું

અમદાવાદ શહેરના વાસણાના રાજયશ બિલ્ડીંગ પરથી ઝંપલાવી પાલડીના મેથ્સના શિક્ષક પાર્થ ટાંકે પડતુ મુક્યું છે. હાલ વાસણા પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. પાર્થ ટાંક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને કેટલાક સમયથી તેઓ સાઈકિયાટ્રીસ્ટ ડૉકટરની ટ્રીટમેન્ટ લેતા હતાં.

પાલડી ધરણીધર દેરાસર પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં પાર્થ જયંતીભાઈ ટાંકને પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પાર્થ ટાંક મેથ્સના શિક્ષક હતાં. વિદ્યાર્થીઓ તેમનું ટ્યૂશન લેવા માટે પડાપડી કરતા હતાં. પાલડી ધરણીધર દેરાસર નજીક મંગળતીર્થ કોમ્પ્લેક્સમાં પાર્થના “પાર્થ ટાંક ક્લાસીસ” નામથી ટ્યુશન કલાસીસ આવેલા છે.

પાર્થ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને સાઈકિયાટ્રીસ્ટ પાસે સારવાર લેતા હતાં. વાસણાના રાજયશ કોમ્પ્લેક્સમાં આવેલી હેલ્થ કલબમાં પાર્થ ટાંક મેમ્બર હોવાથી રેગ્યુલર કસરત કરવા માટે જતા હતાં. આજે સવારે પણ નિત્યક્રમ મુજબ પાર્થ ટાંકને કારમાં લઈને ડ્રાઈવર હેલ્થ કલબ જવા નીકળ્યો હતો.

સવારે 9 કલાકે મહિલાઓની શિફ્ટ શરૂ થવાની તૈયારી હતી. તે દરમિયાન અચાનક રાજયશ કોમ્પ્લેક્સમાં કોઈનો પટકાવવાનો અવાજ આવ્યો હતો. ડ્રાઈવર સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા, તો પાર્થ ટાંક જમીન પર પડ્યા હતાં.

ડ્રાઇવરે આ સમગ્ર બનાવની જાણ પરિવારને કરી હતી. આ ઘટનાને પગલે વાસણા પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી અકસ્માત મોતની નોંધ કરી હતી. મૃતક પાર્થભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.