////

મથુરા : હવે ચાર હિન્દુ યુવાનોએ મસ્જિદમાં કર્યા હનુમાન ચાલીસાના પાઠ

યુપીના મથુરામાં આવેલા ગોવર્ધન વિસ્તારની મસ્જિદમાં ચાર યુવકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે કરવામાં આવેલા આ હનુમાન ચાલીસાના પાઠનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલીસ એક્શનમાં આવીને તત્કાલ આ ચાર યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરનાર યુવકોના નામ સૌરભ લંબરદાર, રાઘવ મિત્તલ, કાન્હા અને કૃષ્ણા ઠાકુર છે. આ તમામ ગોવર્ધન વિસ્તારના રહેવાસી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસે ચારેયને કસ્ટડીમાં લઈ લીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા બે મુસ્લિમ યુવકો દ્વારા નંદગાંવ સ્થિત નંદબાબા મંદિર પરિસરમાં નમાજ અદા કરવાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ યૂપી પોલીસે તે બન્ને લોકોને કસ્ટડીમાં લીધા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની ઓળખ ફૈઝલ ખાન અને ચાંદ મોહમ્મદના રૂપમાં થઈ છે.

Leave a Reply

Your email address will not be published.