/

અમદાવાદના પોલીસ કર્મચારીઓ માટે પોલીસ સ્ટેશનમાં મેડિકલ ચેકઅપનું આયોજન કરાયું

સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં પણ કોરોનાથી સંક્રમિત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દિન- પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કરાણે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં પોલીસ કર્મચારીઓ માટે તકેદારીના ભાગરૂપે ચેકઅપ કેમ્પનું આયોદન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વ્રારા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં તમામ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરવામાં આવશે. ગરૂવારે અમદાવાદ પોલીસ દ્વારા એસ.જી-01 ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે A અને B ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યું છે. તો આ મેડિકલ ચેકઅપની જાણકારી અમદાવાદ પોલીસ દ્વ્રારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા અને સાવચેતીના ભાગરૂપે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.